Gujarat

વાસણામાં પેઈન્ટની દુકાનમાં 1005 બોટલ, ગાયકવાડ હવેલી નજીક PCBએ દારૂ ભરેલી રિક્ષા ઝડપી

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ, દારૂ અને જુગારના અડ્ડાનું દૂષણ દૂર કરવા માટે પોલીસ કમિશનર કટીબદ્ધ છે. ત્યારે શહેરમાં દરરોજ દારૂના અને જુગારના અડ્ડા ઝડપાઇ રહ્યા છે, દારૂની રેલમછેલ વચ્ચે પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડીને મોટી સંખ્યામાં દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

કલર પેઇન્ટના વેપારના નામ દારૂનો વેપલો

અમદાવાદ પોલીસ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ત્યારે જ ડીસીપી ઝોન-7 એલસીબી સ્કવોર્ડના પીએસઆઇ વી.બી ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે, વાસણા બ્રીજ પાસેના ગણેશ પ્લાઝા કોમ્પલેક્સની એક દુકાનમાં મુઝફ હુસેન છીપા અને ફીરોજ ઉસ્માન સુમરાએ એક દુકાન ભાડે રાખી છે.

તેમણે કલર પેઇન્ટના વેપાર માટે દુકાન ભાડે રાખી છે અને તેઓ પેઇન્ટના પ્લાસ્ટિકના પેકિંગમાં વિલાયતી દારૂ વેચી રહ્યા છે. પોલીસે દરોડા પાડીને વિલાયતી દારૂની 1005 બોટલ ઝડપી લીધી હતી. સાથે બે બૂટલેગરોને પણ ઝડપી લીધા હતા.