Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે 13 તાલુકામાં વરસાદ નોંધાયો, ભાભરમાં 3 ઈંચ અને લાખણીમાં અઢી વરસાદ

બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

કાંકરેજ પાલનપુર ડીસા વડગામ સહિત ભાભરમાં વરસાદ વધારે હતો જોકે જિલ્લામાં હજુ મોટા ભાગના જળાશયો ખાલીખમ હોવાના કારણે ખેડૂતો વધુ વરસાદની આશા રાખી બેઠા છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાક પડેલ વરસાદ જોઈએ તો વાવમાં 20 mm, થરાદમાં 27 mm, ધાનેરામાં 21 mm, દાંતીવાડામાં 04 mm, દાંતામાં 14 mm, વડગામમાં 27 મિમિ, પાલનપુરમાં 13 મિમિ, ડીસામાં 14 mm, દિયોદરમાં 25 mm, ભાભરમાં 73 mm, કાંકરેજમાં 24 mm, લાખણીમાં 63 mm, સુઈગામમાં 16mm વરસાદ નોંધાયો છે.