ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2024 ની શરૂઆત કરવામાં આવેલ છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં હોદ્દેદારો ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે. જ્યારે સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ 5,000 કરતાં વધુ પ્રાથમિક સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનાવી દીધા છે.
જિલ્લામાં સૌથી આગળ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સતત એક્ટિવ રહીને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ 138 જેતપુર પાવી વિધાનસભામાં આવતા વિવિધ ગામોમાં જઈને અને મતદાન મથકો ઉપર જઈને પ્રાથમિક સદસ્યો બનાવ્યા છે. એટલે હાલ તો 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

