છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના તાડકાછલા ગામે રીસર્ફેસિંગ રોડ 70.00લાખના ખર્ચે બનનાર છે. જેનું આજે ખાતમુહૂર્ત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારમાંથી મંજૂરી મેળવી આજરોજ રીસરફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત તાડકાછલાંના સરપંચ હિતેશબાઈ,ગામના આગેવાન શુભાષભાઈ જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ વાસડીયાં, APMC ડિરેક્ટર રાહુલ વાંસડીયા અગ્રણી લોકેન્દ્રસિંહ વાંસડીયા,પંચાયત સદસ્ય ડો.મહક ભાઈ , APMC ડિરેક્ટર ચિરાગ પટેલ સરપંચો, વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

