138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાનો નદીમાં વહી જતા મૃત્યુ પામેલ હોય જેઓને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પરિવારને સહાયરૂપે 4-4 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.

જેમાં ઉપસ્થિત ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

