Gujarat

ગોરવા વિસ્તારમાં રાયોટીંગ કેસમાં 15 આરોપી પકડાયા, પાદરાના તીથોર ગામમાં ખેતરમાં ગેરકાયદે વાવેતર કરેલા ગાંજાના 11 છોડ મળ્યા

વડોદરાના ગોરવા વિસ્તારમાં થયેલા રાયોટીંગના કેસમાં 15 આરોપીને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. બીજી તરફ વડોદરામાં જાહેરમાં રસ્તા ઉપર આવતી જતી છોકરીઓને જોઇને ચેનચાળા કરતા રોમિયોને ગોરવા પોલીસ સ્ટેશનની શી ટીમે ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વડોદરાના પાદરા તાલુકાના તીથોર ગામમાંથી 47 હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે.

15 આરોપી પકડાયા

વડોદરાના ગોરવા વિસ્તારમાં કુટુંબની દીકરીને આઠ મહિના પહેલા ભગાડી જવાની અદાવતમાં સામસામે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ટોળુ ભેગુ થઇ જતા રાયોટીંગના ગુના દાખલ થયા હતા. પોલીસે ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગણતરીના કલોકમાં 15 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી સાહીલ વાઘેલા, અમિત ઉર્ફે આદીલ વાઘેલા, નાઝીમ ઉર્ફે સદ્દામ રાઠોડ, સાજીદ વાઘેલા, શબ્બીર વાઘેલા, અકીલ રાઠોડ, સાકીર બેલીમ, સિકંદર ઉર્ફે સિક્કો બેલીમ, આરીફ બેલીમ, ઇમ્તીયાજુદ્દીન બેલીમ, ઇમરાન શેખ, મોહસીમહુસેન બેલીમ, યુસુફ બેલીમ, સાબીરહુસેન અને દિલાવરહુસેન બેલીમ (રહે. તમામ, ગોરવા, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેતરમાંથી ગાંજો ઝડપાયો

વડોદરા ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તીથોર ગામમાં રહેતો સાંમત પરમાર ગાંજાનું વાવેતર અને સેવન કરે છે. જેથી, વડોદરા ગ્રામ્ય SOG રેડ કરતા ખેતરમાં વાવેતર કરેલા 11 લીલા છોડ મળી આવ્યા હતા. આરોપી સામે વડુ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામંત પરમારની ધરપકડ કરી છે. પોલસે 47 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

શી ટીમે રોમિયોને ઝડપી પાડ્યો

ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શી ટીમ-1 પેટ્રોલિંગમાં હતી, એ સમયે હરીનગર નંદાલયની પાસે એક છોકરો જાહેરમાં રસ્તા ઉપર આવતી જતી છોકરીઓને જોઇને બિભત્સ વર્તન કરતો હતો. શી ટીમે આ રોમિયોને ઝડપી પાડ્યો હતો. તેને પોતાનું નામ નયન પઢિયાર હોવાનું જણાવ્યું હતું અને નવાયાર્ડ વિસ્તારમાં રહે છે. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાકી પૈસા મામલે યુવક ઉપાડી ગયાનો પોલીસને ફોન

વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને હેમાબેન રાણા ફોન કરીને જાણ કરી હતી કે, મારો દીકરો સ્મિત રાણા તરસાલી બાજુ સેવા ઉસળની લારીમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. તારીફ શેખ, સલમાન અને કરીશ્મા શેખે તેના બાકી પડતા પૈસા માટે તેને લઇ ગયા છે અને હાલનું લોકેશન મકરપુરા બતાવે છે. જે વર્ધી આધારે મકરપુરા પીઆઇ જે.એન પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવીને હ્યુમન રિસોર્સ તેમજ ટેક્નિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં યુવાનને આરોપીના સકંજામાંથી મુક્ત કરાવ્યો છે અને આરોપી તારીફ ઉર્ફે આકાશ શેખ, મનિષ ઉર્ફે કાલુ સંજયભાઇ દળવી, પરવેઝ શેખ, આરીફ ઉર્ફે બાબા શેખ, મોહસીન બાગબાની અને કરીશ્મા તારીફ ઉર્ફે આકાશ શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.