Gujarat

ગોંડલ અક્ષર મંદિરે આજે BAPS સંસ્થાના 150 સંતો પધારશે

“ભાગ્ય બડે જહાં સંત પધારે” આ પંક્તિને સાર્થક કરતા સોરઠના પ્રવેશદ્વાર ગોંડલ સ્થિત અક્ષર મંદિરે આજે બી.એ.પી.એસ.ના 150 સંતોની પાવન પધરામણી થશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત, મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલિત સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો આજે સાંજે 4.00 કલાકે પધારશે.

આ સંત તાલીમ કેન્દ્રમાં આદિવાસી કે અમેરિકાવાસી, તમામ સાધકો 7 વર્ષ દરમ્યાન સંતો હિંદુ ધર્મના મહાન ધર્મગ્રંથો વેદ, રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદ વગેરેનો ખુબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઠાકોરજીની મહાપૂજા, વાઘા – શણગાર, સાફસફાઈ વગેરે જેવી સેવાના પાઠો સાથે સનાતન સાધુતાના શાશ્વત પાઠો પણ સંતોના સાનિધ્યમાં રહીને શીખે છે. તો રુચિ અનુસાર રસોઈ, શિક્ષણ, સંગીત, વકતૃત્વ, લેખન વગેરે કલાવિષયોમાં પણ નિપુણ બને છે. યુવાન વયે સંસારની મોહ માયાનો ત્યાગ કરી વૈરાગ્યનો વિકટ પંથ સ્વીકારનાર તમામ સંતોની ચરણરજથી ગોંડલની પવિત્ર ભૂમિ વધુ એક વખત પુણ્યવંતી બનશે.