Gujarat

17 ચોરીના મોબાઈલને વેચવાની પેરવી કરતા શખ્સને પોલીસે ઉઠાવ્યો, 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાદની આધારે શહેરના એવી સ્કૂલના ગ્રાઉન્ડ પાસેથી વેચાણ અર્થે બેઠેલો શખ્સને 17 ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાકી આધારે એવી સ્કૂલના ગ્રાઉન્ડની દિવાલ પાસેથી એક શખ્સ વેચાણ અર્થે મોબાઈલ લઈ બેઠો હતો, શખ્સ અટક મહાલય નામ સરનામા પૂછવા સાથે તેની પાસે રહેલ મુદ્દા માલની તલાસી હાથ ધરી હતી

જેમાં અટકાયત કરાયેલ સક્ષમ પોતાનું નામ ઈશ્વર ઉર્ફે લાલો ઉર્ફે અડતાલીસ રમેશભાઈ પ્રેમજીભાઇ વેગડ ઉ.વ.31 રહે.કુંભારનો ડેલો નાની સડક, કણબીવાડ વાળા હોવાનું જણાવ્યું તથા કબજા માંથી બિલ વગરના 17 મોબાઈલ મળી આવતા મોબાઈલ અંગે પૂછતા લાલાએ જણાવ્યું હતું કે, તળાવમાં આવેલ કિશોરભાઇ દાળપુરીવાળાની લારીએની દુકાને કામ કરતો હોય

આથી અહીં દાળપૂરી ખાવા આવતા ઈકબાલ ઉર્ફે ચીની રહે.કુંભારવાડા, બાદશાહ રહે.ગંગાજળીયા તળાવ, ટીટી રહે. પીલગાર્ડન તથા રીઝવાન રહે.કુંભારવાડા અવાર નવાર દાળપુરી ખાવા આવતા હોય આ શખ્સોએ અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરી તેને આપી ગયા હોવાનું જણાવ્યું હતું.