કવાંટ તાલુકાના તુરખેડાં ગામે રસ્તાના અભાવે એક મહિલાની રસ્તામાં પ્રસૂતિ થતાં તેનું મોત થયું હતું. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુવો મોટો દાખલ કરાતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રસ્તાની મંજુરી આપી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે એસ્તિમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રસ્તા બનાવવા માટે એજન્સી નક્કી કરવા માટે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે 18 કરોડના ટેન્ડર બહાર પાડ્યા છે.
અને આ ટેન્ડરો ખોલ્યા બાદ મંજુરી માટે પંચાયત માર્ગ મકાન વિભાગના સચિવ પાસે મોકલવામાં આવશે. આઝાદીના વર્ષો તુરખેડા ગામના લોકોને રસ્તાની સુવિધા મળશે. હાલ તો સરકારે અને જિલ્લા પંચાયતે ઝડપથી રસ્તા બને તે માટે કામગીરી કરી રહી છે. તુરખેડામાં રસ્તા મંજૂર થતાં હાલ તો લોકોમાં ખુશી છે. એજન્સીઓ ઝડપથી કામગીરી શરૂ કરે તો ચોમાસા પહેલા લોકોને રસ્તાની સુવિધા મળી જશે. 13 જેટલા ફળિયાઓ ડામર રસ્તાથી વંચિત છે.
કવાંટ તાલુકાના તુરખેડાં ગામના રસ્તા માટે સરકાર દ્વારા 18 કરોડ મંજુર કરતા આઝાદીના વર્ષો પછી રસ્તા બનશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

