Gujarat

181 ને 123219 કોલ, 26548નું સ્થળ પર જ સમાધાન

મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “181અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી. જેમાં સુરત તાપી જિલ્લાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 123219 કોલ પૈકી 26548નું સ્થળ પર સમાધાન કરવામાં આવ્યું હતું

આ સેવાનો સારો પ્રતિસાદ સુરત તાપી જિલ્લામાં સારો રહ્યો છે. જ્યારથી સેવા શરૂ થઈ છે ત્યારથી ફેબ્રુઆરી સુધીમાં સુરત જિલ્લામાં 106557 કોલ આવ્યા હતાં. જેની સામે 21802 મહિલાઓનું સ્થળ પર સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે તાપી જિલ્લામાં 16662 આવ્યા હતાં. તેની સામે 2446નું સ્થળ પર સમાધાન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 09 વર્ષનાં ટૂંકા સમય ગાળામાં જ 13,99,761 થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને 2,81,767 જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને 1,77,421 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 86,062 જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરનાર પ્રથમ રાજ્ય ભાનુબેન બાબરીયા મહિલા અને બાળ વિકાસ વિભાગનાં હસ્તે Smart 181 અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ 06 માર્ચ 2024 ના રોજ કરવામાં આવેલ છે જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની 181 અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેક્નોલૉજી સભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનેલ છે.