Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પૂલના પાયા બેસી જતા નદી માંજ તંત્ર દ્વારા 2.37 કરોડ ના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું

પરંતુ બ્રિજનું રીનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવાઇ રહી છે….. જે ડાયવર્ઝન બનાવ્યું છે…. તે ફક્ત ચોમાસાનું પાણી નદીમાં આવે ત્યાં સુધીજ ઉપયોગમાં આવશે…. ફરી અગાઉની માફક રાહદારીઓને 30 કિમીનો ચકરાવો લગાવવો પડશે…. તેવી ચિંતા લોકોને સતાવી રહી છે….
*ગયા વર્ષે ભારાજ નદીમાં ભારે પુર આવ્યું હતું…. જેને લઈ નેશનલ હાઇવે નબર 56 ઉપરના બે પીલ્લર બેસી ગયા હતા…. જેને લઇ રાહદારીઓ માટે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો…. આજે 10 માસ કરતા પણ વધુ સમય થયો પણ પૂલ નું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું નથી… હાલ રાહદારીઓને અવર જવર કરવામાં તકલીફ નાં થાય તે માટે ચોમાસા ના બે માસ અગાઉ જ 2.37 કરોડ ના ખર્ચે છલીયુ બનાવી દીધું છે… જેનું ભવિષ્ય ફક્ત નદીમાં પાણી આવે ત્યાં સુધી નું જ લોકો જણાવી રહ્યા છે…. કારણ નદીમાં ભારે પાણી આવવવાથી પૂલના પાયા બેસી જતા હોઈ બાજુ માંજ આવેલ રેલવે બ્રિજ ના પિલરો નાં સ્વરક્ષણ દીવાલ ધોવાઈ જતી હોય તો પાઇપ નાખી ને બનાવેલ છળીયું ટકશે ખરું તેવા સવાલ ઉઠી રહ્યા છે….*
મઘ્યપ્રદેશ ,છોટાઉદેપુરને જોડતા આ માર્ગ ફરી ચોમાસામાં બંધ થવાની સેવાઈ રહી છે શક્યતાઓ…. જો છલિયો માનીલો કે ના પણ ધોવાઈ તો પણ આ નદી દર વર્ષે બે કાંઠે થાય છે….. છલીયું પાણીમાં ગરકાવ થશે એ ચોક્કસ છે…. અને ફરી એક વાર તંત્ર દ્વારા જે અગાઉ રંગલી ચોકડીથી બોડેલીના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું… તેજ રસ્તા પર વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડશે….
*જો ચોમાસાના સમયે  પાવી જેતપુરથી રંગલી ચોકડી થઈ બોડેલી તરફ રાહદારીઓને જવાનો વારો આવશે… ત્યારે વિચારો કે આ જે રસ્તા છે.. જે હાલમાજ ખખડધજ છે… તે રસ્તા પર થી કેમ કરી જવાશે… તે વિચારવા જેવી વાત છે… આ માર્ગ 30 કિમીનો માર્ગ છે… અને આ માર્ગનો રસ્તો જે છે… તેના પર એટલા ખાડા પડેલા છે… કે થોડા થોડા અંતરે મશ મોટા ખાડા છે… 10 – 10 ફૂટના ખાડા પડી ગયેલા છે…. પૂલ પર તો જુવો સળિયા પણ દેખાય રહ્યા છે. સરપંચનું કહેવું છે…. કે ખુલ્લા સળિયા ને લઈ કેટલાક વાહનોના ટાયર ફાટયા છે… અકસ્માત પણ થયા છે… 108 ની ગાડી આ રસ્તેથી પસાર થાય તો સગર્ભા મહિલાની દશા કેવી થતી હશે…. સરકારે નદી મા છળિયું બનાવ્યું પણ આવનારા સમયમાં જે રસ્તા ને ડ્રાઈવરજન આપવામાં આવશે… તે રસ્તો બિલકુલ બિસ્માર છે.. તે જો બનાવવામાં આવે તોજ રાહદારીઓ રસ્તેથી પસાર થઈ શકશે…*
જોકે કેટલાક લોકો રસ્તો બની જતા તંત્રનો આભાર પણ માને છે… કે હાલ પૂરતો રસ્તો બની જતા એક રીતે રાહત થઈ છે…. અને ટૂંક સમયમાં છોટાઉદેપુરના ધારાસભ્ય આ સમસ્યાના નિવારણ માટે પ્રયાસ કરી રહ્યા છે…
*છેલ્લા 10 માસથી વધુ સમયથી રાહદારીઓ બ્રિજમા ક્ષતિ ઊભી થતા ખૂબ હાલકી ભોગવી…. જ્યારે ટેમ્પરરી છલીયુ બનાવી નદીમા જે ડાયવર્ઝન આપ્યું છે… તેને લઈ એક તરફ રાહદારીઓમા ખુશી છે… તો બીજી તરફ આવનારા સમયને વિચારે રાહદારી અને આસપાસનાં કેટલાક ગામના લોકો  દુઃખ પણ  અનુભવી રહ્યા છે…. સરકારના બે કરોડ થી વધુનો ખર્ચ બે જ માસમા પાણીમા ના વહી જશે…. કે ટકી જશે…તે આવનારો સમય બતાવશે…*