Gujarat

મધ્યપ્રદેશના જબલપુરમાં ૨ ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાની કે ઈજા થઈ નથી

જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના ટ્રેનના બંને કોચ ૨૦૦ મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના ૨ કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ ૨૦૦ મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા. પાટા પરથી ઉતરેલા ટ્રેનના ડબ્બામાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા હતા. જાે કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તેમજ તપાસ હાથ ધરી હતી. રેલવેના ડબ્બા પાટા પરથી કેવી રીતે ઉતરી ગયા તેનું કારણ અકબંધ છે. બીજી તરફ આવી ઘટના થોડા દિવસ પહેલા ગુજરાતમાં પણ બની હતી. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી.મળતી માહિતી અનુસાર ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હોવાની ઘટના બની હતી.