છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનો ભાંગી ભાંગીને ભુક્કો વળી ગયો છે. ગત વિધાનસભા વખતે ૧૧ ટર્મ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા, ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા અને હવે આજે બે જિલ્લા પંચાયત ઝેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવાનભાઈ રાઠવા અને ઘંઘોડા જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન અરવિંદભાઈ રાઠવા સહિત કોંગ્રેસના ૨૦૦ કાર્યકરોએ ભાજપ સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયા અધ્યક્ષતામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા,રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઇ ઉકાની,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.

