બિહાર બીજેપી અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે અમે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડીશું. તેમણે કહ્યું કે અમે બિહારમાં ૧૯૯૬થી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ.
નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ પણ સમ્રાટ ચૌધરીની તર્જ પર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, ૨૦૨૫માં નીતીશના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. તેમણે કહ્યું કે એનડીએના નેતા નીતીશ કુમાર છે તેમાં કોઈને શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે આરજેડીના લોકો પાછલા બારણેથી ભ્રમ ફેલાવી રહ્યા છે, તેમની પાસે જનતાની સામે જવાની હિંમત નથી.
કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાની ત્નડ્ઢેંની માંગ પર વિજય સિંહાએ કહ્યું, ‘આ કોઈ વિષય નથી… હવે મુદ્દો એ છે કે રાષ્ટ્ર મજબૂત થવું જોઈએ… એનડીએ એ સામૂહિક નેતૃત્વ અને સામૂહિક નેતૃત્વના કાર્યોનો પક્ષ છે. સાથે કરે છે.’
સાથેજ ભાજપના કાર્યકરોનો ઉલ્લેખ કરતા વિજય સિંહાએ કહ્યું કે, ‘ભાજપના કાર્યકરો ત્રણ મહિનાથી અથાક મહેનત કરી રહ્યા છે. સખત મહેનત કરી છે. બિહારની અંદર નકારાત્મક લોકો સાથે લડાઈ ચાલી રહી હતી, જેઓ જૂઠ કેળવે છે અને અફવાઓ ફેલાવે છે. તેઓ ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓના બળ પર સત્તા મેળવવાનો પ્રયાસ કરે છે. અમે એવા કાર્યકરોને અભિનંદન આપીએ છીએ જેમણે આવી માનસિકતાવાળા લોકોને હરાવ્યા છે, તે ખૂબ સારી વાત છે.