ગીરગઢડાનાં ફરેડા ગામે લગ્ન પ્રસંગે ભોજન સમારોહ રાખેલ હોય અને જમ્યા બાદ અહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવારચાનક 25 જેટલાં બાળકો તેમજ નાના મોટાં લોકોને ઉલ્ટી થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા હતા. જોકે સારવાર બાદ તમામની તબિયત સારી હોવાથી કોઈ મુશ્કેલી નહીં થઈ હોવાનુ જાણવા મળેલ છે.
ફરેડા ગામે રહેતા ગીગાભાઈ ભરવાડને ત્યાં દિકરા દિકરીનાં લગ્ન પ્રસંગ હોય જેમાં જાનૈયા અને ઘર પરીવાર ગામજનોનું ભોજન સમારોહ રાખવામા આવ્યું હતું. અને લોકો શાંતી પુર્વક જમ્યા બાદ થોડા કલાકોમાં 25 જેટલાં નાનાં બાળકો અને પુરુષ-સ્ત્રીને ઉલ્ટી થવા લાગી હતી. ભોજનમાં કંઈક રંધાયું હોવાનું બહાર આવતાં તાત્કાલિક ફૂડ પોઈઝનિગ થયાં હોવાનું અનુમાન થતાં 25 જેટલાં બાળકો સહિત નાના મોટા વ્યકિતઓને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવાં આવ્યા છે. જોકે તમામ ને સારવાર બાદ તબિયત સારી હોવાથી કોઈ મુશ્કેલી નહીં હોવાનું જાણવા મળે છે.