દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના 3000 ની વસ્તી ધરાવતા શીવા ગામમાં ગામનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે ગૌચરમાં આવક વધારવા ગામની પડતર જમીનમાં 2500 જેટલા આંબાનું વાવેતર કરીને આંબાનો બગીચો બનાવવામાં આવ્યો છે આ બગીચા માંથી ઉત્પન્ન થતી આવક શિક્ષણના કામો તથા ગૌશાળાના ઉપયોગમાં લેવાશે. તેમ ગામના સરપંચ જયશ્રીબેન લખમણભાઇ રાવલિયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ કહ્યું હતું કે ગામમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે.
ગામમાં લોકો ને આવા ગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે રૂપિયા 25 લાખના ખર્ચ પેવર બ્લોક 35 લાખના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે ગામના લોકોને તેમજ ખેડૂતોને પાણી માટે સુવિધા મળી રહે તે માટે રૂપે 23 લાખના ખર્ચે બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત રૂપિયા 8 લાખના ખર્ચ પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે. ગામના લોકો સામાજિક પ્રસંગ સારી રીતે પાર પાડી શકે તે માટે દોઢ કરોડ રૂપિયાનો ફાળો એકઠો કરીને સમાજ વાડી નું બનાવવામાં આવી રહી છે જે આગામી એક વર્ષમાં તૈયાર થઈ જશે.
90 સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી
રાત્રે દરમિયાન ગામના લોકોને કોઈ મુશ્કેલી નું સામનો કરવો ન પડે તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં એક લાખના ખર્ચ ૯૦ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 6 શૌચાલય તેમજ છ કચરાપેટી બનાવવામાં આવી છે.
નળ કનેક્શન આપવામાં આવશે
34લાખના ખર્ચ ગામના દરેક ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવશે. ગામની સુરક્ષામાં વધારો થાય તે માટે આગામી સીસીટીવી કેમેરા નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામમાં આવેલા સ્મશાનમાં છાપરું તેમજ પંચાયતની દિવાલ બનાવવામાં આવી છે.

