Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના પાણી વેરા પેટે ૨૫૧ કરોડ રૂપિયાનું બિલ બાકી

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વાર ચર્ચામાં આવી છે. વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના પાણી વેરા પેટે ૨૫૧ કરોડ રૂપિયાનું બિલ બાકી છે. મળતી વિગતો પ્રમાણે જુના અને સંપ કનેક્શનઓનું લિંક તેમજ રદ કરાયેલા કનેક્શન લિંક ન થતા વ્યાજ સાથે કરોડો રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે.

હાલ ના સમયે પાણી વેરો બાકી હોવાના કારણે મહાનગરપાલિકા પર કરોડોનું આર્થિક ભારણ છે. તો તેના માટે કેમ વેરો વસુલવામાં નથી આવતો? મળતી વિગતો પ્રમાણે અત્યારે મનપા આસામીઓ પાસેથી વેરાની રકમ વસૂલી શકી નથી. જોકે, કેમ વેરો વસૂલવામાં નથી આવ્યો તે કારણ સામે આવ્યું નથી. છેલ્લા ૧૦ વર્ષમાં ૪૮,૦૯૭ આસામીઓ પાસેથી વેરો વસુલવાનો બાકી છે. નોંધનીય છે કે, પાણી વેરો બાકી હોવાથી મનપા પર કરોડોનું આર્થિક ભારણ છે.

રાજકોટ શહેરના ૫.૪૫ લાખ ઘરોમાં દરરોજ ૨૦ મિનિટ પાણી આપવામાં આવી છે. છેલ્લા દસ વર્ષમાં ૪૮,૦૯૭ આસામીઓના પાણી વેરા પેટે બાકી ૨૫૧ કરોડ મનપા વસૂલ કરી શકતી નથી.એક બાજુ મહાનગરપાલિકાને પાણી પહોંચાડવાનો કરોડ રૂપિયાનો ખર્ચ તો બીજી બાજુ પાણી વેરો કરોડો રૂપિયા બાકી હોય તેવું જાણવા મળ્યું છે. આખરે કેમ પાણી વેરો ઉઘરાવવામાં નથી આવ્યો? કેમ માહનગરપાલિકા વેરો વસુલવામાં પાછી પાની કરી રહ્યું છે?