Gujarat

ગુજરાતની 257 પોલીસ કચેરી સીસીટીવી વિનાની

ગુજરાતની 257 પોલીસ કચેરીઓમાં 5347 સીસીટીવી કેમેરા લગાવવાના બાકી છે. બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના 2023ના રિપોર્ટમાં જણાવાયું છે કે કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાતની 879 પોલીસ કચેરીમાં 12,701 સીસીટીવી કેમેરા હોવા જોઇએ તેની સામે હાલ 622 પોલીસ કચેરીમાં 7354 સીસીટીવી કેમેરા લાગેલા છે.

રિપોર્ટ મુજબ,2022માં દેશમાં સૌથી વધુ 10,459 પોલીસ કોન્સ્ટેબલની ભરતી ગુજરાતમાં થઇ છે. જોકે હજુ પણ ગુજરાત પોલીસમાં 35,331 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં પોલીસની મંજૂર જગ્યા 1.23 લાખ છે જેની સામે 88,112 પદો ભરાયેલાં છે.

2021-22ની સરખામણીએ 2022-23માં ગુજરાત સરકાર દ્વારા થતાં પોલીસ વિભાગ પાછળનાખર્ચમાં 938 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પોલીસ ટ્રેનિંગ પાછળ પણ એક વર્ષમાં ખર્ચ 6 કરોડ રૂપિયા ઘટ્યો છે.