મંદિરના પરિસરમાં રહેલ બાઈકને દીવાલ ઠેકાડી લઈ ગયા તસ્કરો. સા.કુંડલા રૂરલ પી.આઈ. પી.એલ.ચૌધરી સહિત કાફલો ઘટના પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સા.કુંડલાના નવી આંબરડી ગામે ગઈ રાત્રિના દોઢેક વાગ્યા આસપાસ ૩ તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આંબરડી નજીક આવેલ નવી આંબરડી ગામમાં દેવાણી/કિકાણી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીનો મઢ આવેલ છે. જે મંદિરમાં આભૂષણોથી સજાવેલ માતાજીની મૂર્તિ બિરાજમાન છે, ૩ શખ્શો ઉઠાવેલ આભૂષણો ઇમિટેશન જવેલરી હોવાથી કિંમતી આભૂષણો બચી ગયા હતા. પરંતુ સોનાની બે નથ અને બુટી મળી આભૂષણો ની ચોરી કરી ગયા હતા.ત્રણેય તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી લોકર તોડવાનો પ્રયાસ કર્યો લોકર નહિ ખુલતા અસલી આભૂષણો સમજી નકલી આભૂષણો ઉપાડી લીધા હતા.જતા જતા મંદિરના પરિસરમાં પાર્ક કરેલ મંદિરના પૂજારીનું બાઈક નજરે પડતાં તસ્કરોએ બાઈક દોરવી, મંદિરની દીવાલ સુધી લઈ જઈ બાઈક ઊંચકી આખી દીવાલ કુદાવી પલાયન થઈ ગયા હતા.
લોખંડના સળિયા સાથે આવેલ તસ્કરોએ તિજોરી તોડવા મથામણ કરી હતી પરંતુ તિજોરી નહિ તૂટતાં તસ્કરોના હાથમાં ઇમિટેશન આભુષણો આવ્યા હતા. તસ્કરોની તમામ હરકતો મંદિરમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસ મથકના પી.આઈ.પી.એલ.ચૌધરી સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જીણવટભરી તપાસ શરૂ કરી હતી. મંદિરના પૂજારી દીનેશગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે રૂરલ પોલીસે તપાસનો વધુ ધમધમાટ શરૂ કરી દીધો છે એમ સુભાષ સોલંકીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા