ગુરુવારથી શહેરની સ્કૂલોમાં નવું સત્ર શરૂ થતાં જ આરટીઓની ટીમે સ્કૂલવાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં પહેલા દિવસે 30 સ્કૂલ વાહનચાલકોને દંડ ફટકારાયો હતો. આ અંગે કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલો જ દિવસ હોવાથી 3થી 15 હજાર સુધીનો દંડ ફટકારી વાહનચાલકને નિયમ મુજબ વાહન તૈયાર કરવા તાકીદ કરવામાં આવી હતી. જો કે, એક સપ્તાહ બાદ કોઈ પણ સ્કૂલવાહનમાં ફિટનેસ, ટેક્સી પાસિંગ સહિતની ખામી જણાશે તો વાહન ડિટેઈન કરાશે.

