Gujarat

સાવરકુંડલા ખાતે શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૩૩૦ વિનામૂલ્યે નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા ખાતે આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૨-૮-૨૪ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૩૦માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિરનગર હોસ્પિટલના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૪૭ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૧૪ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી.
જે દર્દીઓને ચશ્મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્યે સંસ્થા દ્વારા ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવેલ. આ  નેત્રકેમ્પના યજમાન દાતાશ્રી  કીર્તિકુમાર ચંપકલાલ બોરડીયા  ( મુંબઈ ) રહ્યા હતા
બિપીન પાંધી