Gujarat

મોરબી-માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા; ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગ કામગીરી માટે તારીખ 12 મેથી તારીખ 15 મે સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-2 ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા તાલુકાના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું છે, તેમજ મોરબી શહરેમાં મયુરબ્રીજ નીચેના બેઠા પુલ પરથી અવરજવરના કરવા જણાવ્યું છે.

મચ્છુ 2 ડેમ ખાલી કરવાનો હોવાથી મોરબી તાલુકાના (1)જોધપર (2) લીલાપર (3) ભડીયાદ (4) ટીંબડી (5) ધરમપુર (6) રવાપર (7) અમરેલી (8) વનાળિયા (9) ગોર ખીજડીયા (10) માનસર (11) નવા સાદુળકા (12) જુના સાદુળકા (13) રવાપર (14) ગુંગણ (15) નારણકા (16) બહાદુરગઢ (17) નવા નાગડાવાસ (18) જુના નાગડાવાસ (19) સોખડા (20) અમરનગર (21) મોરબી (22) રવાપર નદી અને (23) વજેપર તેમજ માળિયા તાલુકાના (1)વીરવદરકા (2)દેરાળા (3)નવાગામ (4)મેધપર (5)હરીપર (6)મહેન્દ્ર ગઢ (7)ફતેપર (8)સોનગઢ (9)માળિંયા (મી) (10) રાસંગપર (11) ફાટસર એમ કુલ 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

મચ્છુ 2 ડેમના ગેટ રીપેરીંગ અને બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમ ખાલી કરવામાં આવશે. જેથી પાણી છોડવામાં આવનાર હોવાથી નીચાણ વાળા વિસ્તારના લોકોને વિસ્તાર ખાલી કરી સલામત સ્થળે જતા રહેવા માટે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સમજ આપવામાં આવી હતી.