Gujarat

સુરતમાં ડ્રગ્સ કેસમાં ગુજરાતની ૩૫ મહિલા અને સુરતની ૧૦ મહિલાની ધરપકડ કરવામાં આવી

સુરતમાં ચાલતા ડ્રગ્સ રેકેટમા સુરતની મહિલાઓ ઝડપાઈ છે. સુરતની મહિલાઓની ધરપકડ કતારમાં થઈ છે. કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલા ઝડપાઈ છે. સુરતની ૧૦ સહિતની ગુજરાતની ૩૫ મહિલા કતારની જેલમાં છે. રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. સુરતમાં ચાલતા ડ્રગ્સ રેકેટમા સુરતની મહિલાઓ ઝડપાઈ છે.

સુરતની મહિલાઓની ધરપકડ કતારમાં થઈ છે. કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલા ઝડપાઈ છે. સુરતની ૧૦ સહિતની ગુજરાતની ૩૫ મહિલા કતારની જેલમાં છે. રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. આમ મહિલાઓ ડ્રગ્સના ખેપિયા તરીકે કામ કરતી હતી. આ મહિલાઓ ડ્રગ્સ ડિલિવરી વુમન બની હતી. સામાન્ય રીતે મહિલાઓ પર ઓછો શક કરવામાં આવતો હોય છે તેને ધ્યાનમાં રાખીને મહિલાઓને રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ રેકેટમાં ધકેલવામાં આવી છે.

સમીમ આણી નામની ટોળકી રૂપિયાની લાલચ આપતી હતી. મહિલાઓને ફસાવતી હોવાની પોલીસ કમિશ્નરને ફરિયાદ આપી હતી. પોલીસને ડ્રગ્સ પ્રતિબંધિત એબોર્શનની ગોળીઓ મળી હતી. આમ ગુજરાતની મહિલાઓ હવે ડ્રગ્સની ડિલિવરીના કામ કરવા માંડી છે. ઉલ્લેખનીય છે કે કતારમાં ડ્રગ્સ પ્રતિબંધિત છે અને તેની હેરફેર કરનારને આકરી સજા કરવામાં આવે છે.

મહિલા હોવાના લીધે કદાચ તેઓને મોતની સજા તો નહીં કરાય, પરંતુ કતારમાં આકરી સજા ચોક્કસ થશે. આ પહેલા પણ કતારમાં ભારતીય નૌકાદળના અધિકારીઓની સજાને લઈને વિવાદમાં આવી ચૂક્યું છે, તેમાં તોભારતીય અધિકારીઓને સપડાવવામાં આવ્યા હતા, પરંતુ આ તો ચોખ્ખો ડ્રગ્સ ડિલિવરીનો જ કેસ છે. આ ૩૫ મહિલાઓ પોતે રીતસરની ખેપ મારતી હતી, આ સંજાેગોમાં તેમની સામે કતાર તો ખરું જ ભારતમાં પણ કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી થઈ જાય છે.