સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી ટીમો તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
ભીખ માગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતાં 38 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રનાં 5 બાળકો છે. આ તમામ બાળકોને ચાઈલ્ડ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં છે. અહીં બાળકોને રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
38 બાળકોમાંથી 4 અનાથ છે સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર તા. 29 જુલાઈ 2024ના સવારથી આવાં બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આવાં 38 બાળકો મળી આવ્યાં હતાં કે જેઓ ભીખ માગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માગણી કરતા હોય.