રોડ રસ્તા, ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ જેવી મહાનગરોની સુવિધાઓથી સુવર્ણ કુંડલા બનાવવાનો ધ્યેય
સાવરકુંડલાના મણિનગરથી બીડી કામદારનો માર્ગ ખુલ્લો મુકતા કસવાળા
૫૦ વર્ષમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિએ ના કર્યું તે કસવાળાએ કરી બતાવ્યું નામના નહિ પણ કામના કસવાળા સાબિત થતા શહેરીજનો ખુશ
સાવરકુંડલાને ગુજરાતના નકશામાં અંકિત કરવાના ધ્યેય સાથે વિકાસ કામોની વણઝાર
—————————— —————————— ———સાવરકુંડલા નગરપાલિકાના માર્ગો સુંદર અને રળિયામણા બનાવવાના અભિગમને સાર્થક કરવા ધારાસભ્ય મહેશ કસવાળાએ સાડા ૪ કરોડના ખર્ચે ભૂમિપૂજન કર્યું તો પાચ દશકા સુધી કોઈ જન પ્રતિનિધિને ધ્યાને ના આવેલ મણીનગર વિસ્તારથી બીડી કામદારના રોડને ખુલ્લો મૂકીને ધારાસભ્ય કસવાળાએ જનતા જનાર્દનમાં એક આગવી ઓળખ કામ કરતા જન પ્રતિનિધિની ઊભી કરી છે. આજે સાવરકુંડલા નગરપાલિકામાં આઉટડોર રોડ રસ્તાઓ માટે અગાઉ કરોડો રૂપિયાના ભૂમિપૂજન કર્યા બાદ ફરી સાવરકુંડલા શહેરના વોર્ડ વાઇજ રોડ રસ્તાઓ, પેવિગ બ્લોક રોડ અને ફૂટપાથ સાથે સ્ટ્રીટ લાઇટથી અંધારા ઉલેચવાના લક્ષ સાથે શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે સાડા ચાર કરોડના કામોનું ખાત મુહુર્ત-ભૂમિપૂજન ધારાસભ્ય કસવાળાએ પાલિકાના સત્તાધીશો અને સંગઠનના મોભીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કર્યું હતુ જ્યારે વિકાસનો એકમાત્ર લક્ષ સાથે સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવા તરફના અભિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યની સરકાર દ્વારા જ્યારે જયારે રોડ રસ્તાઓ, ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ કે પછી નાના નાના બ્રિજો અંગે રાજ્યની ભાજપ સરકારમાં ધારાસભ્ય કસવાળાએ કરી ત્યારે ત્યારે નિઃસંકોચ પણે સરકાર દ્વારા વધાવી લેવામાં આવી છે જેના ફળ સ્વરૂપે સાવરકુંડલા પાલિકામાં ન ભૂતો ન ભવિષ્યમાં જે વિકાસની કેડી કંડારવાની પાલિકાના સત્તાધીશો મેહુલ ત્રિવેદી, પ્રતિક નાકરાણી, અશોક ચૌહાણ સહિતના પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની લાગણીઓ સાર્થક સાબિત થતી જોવા મળી રહી છે ત્યારે પાંચ દશકાથી મણિનગરથી લઈને બીડી કામદાર વિસ્તારમાં જવા આવવા માટે એક બ્રિજ સહિતનો આગામી દિવસોમાં લક્ષ લઈને નગરસેવક પ્રતિનિધિ સોહિલ શેખની અવારનવાર માંગણીઓ પર ધારાસભ્ય મહેશ કસવાળાએ મહોર મારીને આજે મણિનગરથી બીડી કામદારનો માર્ગ ખુલ્લો મૂક્યો હતો જ્યારે આ ટાઇમ પરવારી માર્ગ ચાલુ થવાથી ચલાલા, ધારી, બગસરા, હાથસણી, કાના તળાવ જવાનો માર્ગ સાથે શાળા કોલેજ જતાં વિદ્યાર્થીઓ માટે આશરે ૩ થી ૪ કિલોમીટરનું અંતર ઘટી જતો હોય જે માર્ગ આજે ધારાસભ્ય કસવાળાએ વિકાસના લક્ષના અભિગમની કેડી કંડારી હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

