Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોર્ટનું બિલ્ડિંગ ચાર વર્ષથી 4 કરોડ 35 લાખનો ખર્ચ કર્યા પછી પણ ચાર વર્ષ પછી પણ હજુ સુધી બિલ્ડિંગ કાયદા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યું નથી..સ્ટેટ આર.એન્ડ.બી વિભાગની નિષ્કાળજી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તાલુકા મથક ઉપર સિવિલ કોર્ટ અને અન્ય કોર્ટોનેં બોડેલી ખાતે  સ્વતંત્ર બિલ્ડીંગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે 2020 માં સ્ટેટ આર.એન્ડ.બી વિભાગની બોડેલીની કચેરીને  બિલ્ડીંગ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગે 2021 માં આ બિલ્ડિંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ આ બિલ્ડીંગમાં અન્ય કામગીરી કરવાની હોવા છતાંય ધીમી ગતિએ કામ કરવામાં આવતા આ બિલ્ડિંગનું કામ આજે ચાર વર્ષ પછી પણ પૂરું થયું નથી. અને કાયદા વિભાગ ને આ બિલ્ડિંગ નો હવાલો સોપવામાં  આવ્યો નથી. હાલતો આ બિલ્ડિંગ બનીને તૈયાર છે. તેવું ડેપ્યુટી ઇજેંનર જણાવી રહ્યા છે.
પરંતુ દરેક વખતે નવા નવા સુધારા કામ ના આવતા બિલ્ડિંગના કામને વાર લાગી છે. ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીમાં ઘણો સમય જતાં વિલંભ થયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર