Gujarat

ભરૂચ શહેરમાં ચોથી *રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ* ની સ્થાપના થઈ

રોટરી કલબનાં માધ્યમથી સમાજ સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડૉ.ઈરફાન પટેલે પ્રથમ પ્રમુખપદે  શપથગ્રહણ કર્યા હતા, ઉપપ્રમુખપદે ડૉ.સુહેલ વાઝા અને સમીર પટેલ સેક્રેટરી તરીકે નિમાયા છે. તો રોટરી ક્લબ ઓફ વાગરાના પૂર્વ પ્રમુખ શ્રી ઝયનુલઆબેદીન સૈયદ સહીત ૨૨ સભ્યોને IPPDG રોટેરીયન નિહીર દવેનાં હસ્તે શપથગ્રહણ કરાવી પીન અર્પણ કરાઈ હતી.
હોટલ રંગ ઈન ખાતે આયોજિત આ કાર્યક્રમમા જીવન જ્યોત હોસ્પિટલ ના Rtn ડૉ.કેતન દોશી અતિથિવિશેષ પદે ખાસ ઉપસ્થિત રહયા હતા.
આમંત્રતિતોમાં AG શ્રી અશ્વિન મોદી AG શ્રી વિજયસીંહ રણા, PP શ્રી તલકીન ઝમીનદાર,IPP શ્રીમતિ રીઝવાના ઝમીનદારે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ. WBVF ના શ્રી યુનુસ પટેલ શ્રી આદમ આબાદનગરવાલા શ્રી સલીમ અમદાવાદી વગેરે પણ ઉપસ્થિત રહી આ ટીમને આશીર્વાદ આપ્યા હતા. આ કલબ ભરૂચનાં હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી પોતાની સેવાઓ શરુ કરશે અને પર્યાવરણ માટે તથા અન્ન દાન માટે પણ કાર્ય કરશે તેમ પ્રમુખશ્રી જણાવ્યુ હતુ.
અંતમા સેક્રેટરી શ્રી સમીર પટેલે સહુનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પુર્ણ થયો હતો.
વિરલ ગોહિલ, ભરૂચ