ધોરાજીમાં વર્ષ 2016માં પાંચ કરોડના સોનના દાગીનાની લૂંટની વારદાત બની હતી અને પોલીસે હરકતમાં આવી ગુનેગારોને ઝડપી તેમની પાસેથી તમામ મુદામાલ રીકવર કર્યો હતો અને મૂળ માલિકને સોંપી દેવાયો હતો.
ધોરાજી સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં લૂંટના ગુનામા પકડાયેલા છ કિલો સોના દાગીના કે જેની અંદાજીત કિંમત પાંચ કરોડ થવા જાય છે, તે કિંમતી મુદામાલ તમામ કાયદાકીય પ્રકિયાઓ પુર્ણ કરી પરત સોંપણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે તે સમયે મુથુટ ફિનકોપ ખાતે થયેલી લૂંટના ગુનામાં પોલીસે 100 ટકા રીકવરી કરી હતી અને છ કિલો જેટલાં માતબર માત્રામા સોનાના ઘરેણા આવેલા હતા જે સોના દાગીનાની સોંપણી કરવા પહેલાં કોર્ટમાંથી ખરાઈ પત્ર હૂકમ મુજબ દાગીનાની ખરાઇનું કામ સત્વરે ઉપાડીને કોર્ટનાં વેરિફિકેશન રિપોર્ટ મૂજબની શરતો પરિપૂર્ણ કરાવી મુથુટ ફીનકોપના જવાબદાર અધિકારી તથા કર્મચારીઓ ને છ કિલો સોનુ સુપરત કરાયું હતું.

