ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા ઉના તાલુકાની વસ્તી અને દર્દી ઓની સંખ્યાને ધ્યાને રાખીને છેલ્લા પાંચ વર્ષ કરતાં લાંબા સમયથી આ તાલુકાને 100 બેડની હોસ્પિટલ ફાળવવા માંગણી કરાયાં બાદ જાહેરાત કરાયેલ હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હાલનાં ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રને વેરાવળ સરકારી હોસ્પિટલ જેમ સબ સેન્ટર આપી સો બેડની હોસ્પિટલ ફાળવવામાં આવી હતી. પરંતુ શહેરની વચ્ચોવચ્ચ આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીને રાખવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને સરકારી હોસ્પિટલનાં તબીબ અને વહિવટી વિભાગ દ્વારા જમીન અંગેનાં નક્શા અને સ્થળ સર્વે નંબર સાથેની વિગતો સાથે ઉના, વેરાવળ, ગાંધીનગર મહેસુલ વિભાગને સને 2022/23 થી રજૂઆત કરતાં હોય ડીપાર્ટમેન્ટની સાથે સામાજિક સંસ્થાઓ અને પ્રજાનાં પ્રતિનિધી ઓ એ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીને રાખવામાં મુશ્કેલી અનુભવી પડતી હતી.
આબાબતે રજૂઆત થતાં રાજ્યનાં મહેસુલ વિભાગ ઘ્વારા ઉનાનાં ગીરગઢડા રોડ ઉપર આવેલા તપોવન આશ્રમ નજીક નેશનલ હાઈવેને અડી આવેલી ખાપટ ગામની ગૌચર હેંડની સર્વે નંબર 151/પૈકી 1 ની 5 હેકટર જમીન ફાળવણી થતાં અને આ જમીન સરકારી હોસ્પિટલનાં હેતું માટે ફક્ત ઉપયોગ કરવા આદેશ કરી જીલ્લા કલેકટર દ્વારા ગૌચર હેંડ માંથી દુર કરી ઉના સરકારી હોસ્પિટલ નામે રેકર્ડ પર ચડાવવા હુકમ કરતાં અને આ હુકમનો આદેશ પત્ર ઉના સરકારી હોસ્પિટલનાં વર્તમાન અધિક્ષક ડો મિશ્રા મહિલા ગાયનેક ડોક્ટર તેમજ અન્ય તબિબો સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓનાં હાથમાં આવતાં ભારે ખુશી સાથે જુમી ઉઠ્યા હતા. અને ખુશી વ્યક્ત કરીને ફટાફટની આતશબાજી કરી જમીન ફાળવણીનાં આદેશને આવકાર્યો હતો.
જમીન ફાળવણી થતાં હવે ભાવનગર ડિવિઝન હેલ્થ વિભાગને તમામ ડોક્યુમેન્ટ સાથે ફાઈલ ઉના હોસ્પિટલનાં આરોગ્ય વિભાગ દ્વારા મોકલી ગાંધી આરોગ્ય વિભાગને મોકલાવી વહેલી તકે સરકાર દ્વારા ઉના ખાતે 100 બેડની હોસ્પિટલનું નવું સુવિધા ઉપલબ્ધ બિલ્ડીંગ કવોટર સાથે નિમાર્ણ કરવાં દરખાસ્ત રજૂ કરીને ઉના, ગીરગઢડા તાલુકાનાં તમામ ગ્રામ્ય વિસ્તારો નાં લોકો તેમજ શહેરી વિસ્તારમાં રહેતાં લોકોને ધર આંગણે સારી સુવિધા સાથે દરેક રોગ ની આરોગ્ય સારવાર મળી રહે તેવાં પ્રયાસ કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગનાં ડોક્ટરો સ્ટાફે જણાવ્યું હતું…