ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાથી પ્રખરતા શોધ કસોટીનું વર્ષ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના કુલ 1002 વિદ્યાર્થીઓ પૈકી ગુરુકુળના 54 વિદ્યાર્થીઓએ જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના મકવાણા યક્ષ જયેશભાઈએ 178.02 માર્ક્સ તેમજ 99.98 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર રાજ્યમાં 7મો ક્રમ પ્રાપ્ત કરી અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત પંડિત દર્શિલ અનિલભાઈએ 175.04 માર્ક સાથે 11મું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આ તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કે.પી. સ્વામીજી તેમજ આચાર્ય રસિકભાઈ હરણીયા, મહેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર ગુરુકુળ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ જીવનમાં ઉચ્ચત્તમ ધ્યેય પ્રાપ્ત કરી સમાજના ઉત્તમ નાગરિક બની દેશનું નામ રોશન કરે તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.