Gujarat

જામનગરમાં મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

જામનગરમાં શનિવારે મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી હવેલીથી પ્રભાત ફેરી અને મહાપ્રભુજી બેઠકે પાલખીયાત્રા યોજાઇ હતી.

શનિવારે ચૈત્ર વદ એકાદશી એટલેકે વલ્લભાચાર્ય જયંતિનાં પાવન દિને મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવની જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સવારે મોટી હવેલીથી કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠકજી સુધી પ્રભાત ફેરી યોજાઈ હતી.

મહાપ્રભુજીની બેઠકેથી પરિક્રમા યાત્રા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં. બપોરે તિલક વિધી યોજાઈ હતી. સાંજે મોટી હવેલીથી બાવાશ્રીનાં સાંનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાવભેર જોડાયા હતાં.