Gujarat

સમસ્ત કોળી સમાજ ઉના-ગીરગઢડા દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવમાં 61નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં…

નવદંપતીઓને શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરાઇ…અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી…

સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકા, નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા અને ધારાસભ્ય કે સી રાઠોડના માર્ગદર્શન હેઠળ પાંચમો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજીત કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ઉના શહેરમાં શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ જેમાં 61 નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કે સી રાઠોડ સમાજમાં વ્યસન મુક્તિ, ખોટા ખર્ચથી બચવા, અને શિક્ષણ પર ભાર મુકવા, સમૂહ લગ્નમાં જોડાવા આહવાન કર્યું હતું. તમામ નવ દંપતીઓએ ભોળુભાઇ રાઠોડ દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરવામાં આવી હતી.
સમૂહ લગ્ન પ્રસંગે અલગ અલગ સંગઠન દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડી હતી. જેમાં હિન્દુ યુવા સંગઠન યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી ભોજનથી માંડી તમામ વ્યવસ્થામાં સેવાઓ આપી હતી. ભગતસિંહ ગ્રૂપ દ્વારા ઠંડા પીણા, યુવા કોળી સંગઠન દ્વારા ચા-પાણી સહીત અલગ અલગ સંગઠન ગ્રૂપના યુવાનો દ્વારા સેવાઓ આપેલ હતી. સમાજના યુવાનો આગેવાનોની જહેમતથી આ સમૂહ લગ્ન સફળ રીતે સંપન્ન થયાં હતાં. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય કે સી રાઠોડ, નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, વિજયભાઈ રાઠોડ, રાજુભાઇ ડાભી, વિનોદભાઈ બાંભણીયા, રવિભાઈ રાઠોડ, ધીરુભાઈ છગ, અલ્પેશભાઈ બાંભણીયા તેમજ કોળી સમાજના આગેવાનો, નગર પાલિકા સભ્યો, તાલુકા પંચાયત સભ્ય, જીલ્લા પંચાયત સભ્ય, ઉના પી.આઇ રાણા સહીતનાં સમાજનાં આગેવાન યુવાનો, તેમજ ઉના ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલા જાનૈયાઓ ભાઇ-બહેનો સહીત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ લગ્નમાં તાલુકાભર માંથી આવેલા તમામ જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં યુવાનો દ્વારા વાહનો પાર્કિંગ સહીત તમામ વ્યવસ્થાઓમાં સેવાઓ પૂરી પાડી હતી.