Gujarat

જેતપુર સીટી પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપયા

જેતપુર વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપતી જેતપુર સીટી પોલીસ
 રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ અત્રે જીલ્લામાં મોબાઈલ ગુમ ચોરીના બનાવો બનતા હોય જે રોકવા સારૂ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા જેતપુર વિભગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ. એ.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઈલો શોધી કાઢવા સારૂ ટેક્નિકલનું કામ કરતા પોલીસ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે આધારે અરજીઓની તપાસ કરી મોબાઈલ ફોનના IMEI નંબર ટ્રેસ કરી તથા CEIR પોર્ટલની મદદથી બહારના રાજ્યમાંથી ૧૨ મોબાઇલ તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી ૫૦ મોબાઈલ ફોન અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી રીકવર કરી કુલ-૬૨ મોબાઈલ ફોન,ગુજરાત સરકારના “તેરા તુજકો અર્પણ” યોજના અંતર્ગત પુર્વ કેબીનેટ મંત્રી અને સ્થાનીક ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના વરદ હસ્તે અરજદારોને તેઓના ગુમ/ખોવાયેલ મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતાં