Gujarat

7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો

સુરત શહેરના SOG દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને ખોટા નામે બનાવેલા બોગસ દસ્તાવેજો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે આ નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો.

પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમદ હમીમ અબ્દુલહક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઓપ્પો મોબાઈલ ફોન, ખોટા નામે બનાવેલા 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, નિકાહનામાની 2 કોપી, કોવિડ વેક્સીન સર્ટિફિકેટ, બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સીમકાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આરોપીએ પોતાની અટકાયત બાદ પુછપરછમાં જણાવ્યું કે, તે બાંગ્લાદેશના ખુલના જિલ્લાનો રહેવાસી છે અને 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો.

બાંગ્લાદેશથી સતખીરા વિસ્તારમાંથી હાવડા પહોંચીને ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવીને ભારતીય ઓળખ પુરાવા તૈયાર કરાવી લીધા હતા.