Gujarat

90 સોમનાથના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ચુડાસમા દ્વારા ચોરવાડ શહેરના વડોવન વિસ્તાર ખાતે ડો.અજયભાઈ પરમાર(MD) ડો.જુમુલીયા સાહેબ તથા તેમની ટિમ બોલાવી ઇમરજન્સી કેમ્પનુ આયોજન કરી રિપોર્ટ વિવિધ દવાઓ  લેબોરટરી સંપૂર્ણ ફ્રી ધોરણે સારવાર આપેલ….

ચોરવાડ શહેરના વડોવન વિસ્તાર ખાતે ડેંગ્યુના પોઝીટીવ કેસ આવતા ૯૦ સોમનાથના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ચુડાસમા દ્વારા તાત્કાલિક ધોરણે સર્વ નિદાન કેમ્પ નું આયોજન કરેલ જેમા સંપૂર્ણ ફ્રી ધોરણે દવા, રિપોર્ટ, લેબોલટરી તથા જરૂર પડે તો લોકોના ઘરે બાટલો ચડાવી આપેલ. આ કેમ્પમાં ડો.અજયભાઈ પરમાર(MD) ડો. જુમુલીયા સાહેબ  તથા તેમની ટિમ બોલાવી કેમ્પનુ આયોજન કરી ઘેરબેઠા સંપૂર્ણ ફ્રી ધોરણે સારવાર મળે અને વધારે ડેંગ્યુ જેવો જીવલેણ રોગ વધારે ન ફેલાય તેવા હેતુથી  કેમ્પ કરવામાં આવ્યો.
૯૦ સોમનાથ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડકશ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ
ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ  શ્રીમતી જલ્પાબેન ચૂડાસમા હંમેશા લોકોની સાથે રહી લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનતા આવ્યા છે ત્યારે વતન ચોરવાડ ખાતે વડોવન વિસ્તાર ખાતે ડેંગ્યુના કેસ પોઝિટિવ આવેલ છે જેમના ઘણા દર્દીઓ સારવાર અર્થે કેશોદ, જૂનાગઢ, વેરાવળ ખાતે એડમિટ (દાખલ) છે, ત્યારે બાકીના દર્દીઓને ઘેરબેઠા સંપૂર્ણ ફ્રી ધોરણે સારવાર મળી રહે અને વહેલી તકે સ્વસ્થ થાય તેવા હેતુથી ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ચુડાસમા દ્વારા આજરોજ તા.૧૯-૦૬-૨૦૨૪ ના રોજ ચોરવાડના વડોવન વિસ્તાર ખાતે એમ.ડી.ડોક્ટરની ટિમ બોલાવી કેમ્પનુ આયોજન કરેલ જેમાં મોટા પ્રમાણમાં લોકો એ લાભ લીધેલ હોવાનું એક યાદીમાં જણાવેલ..