માંગરોળ બંદરના રહેવાસી
સ્મિત મહેન્દ્ર ચામુંડીયા ની રાજલક્ષ્મી નામની ફિશીંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા પેલાડ,બુહારી જી.તાપી ગામના જીગ્નેશ ઇશ્વર નાયકા જે ઓખા પોરબંદર દરિયામા માછીમારી દરમિયાન ચાલુ બોટે તા. ૮\૧૨\૨૦૨૩ ના રોજ અકસ્માતે દરિયામાં પડી ડુબી જતા લાપતા થયેલ હતા ત્યારથી તેનો મૃતદેહ આજ સુધી મળી આવ્યો નથી બોટ માલીકે ખલીસીનો અકસ્માત વિમો ICICI લોમ્બાર્ડ G.I.C LDT, જુનાગઢ વિમા કંપનીમાં NISHTHA ઇન્શોરંસ એન્ડ શેવીંગ એડવાઇઝર પોરબંદર ગીરીશ ખોરાવા ની એજન્સી દ્વારા ઉતરાવે હતો ત્યારે નિયમોનુસાર કોઈ લાપતા વ્યક્તી ની લાશ ન મળે તો તેની સાત વર્ષે બાદ વિમો મળતો હોય પરંતુ આ કેસમા તમામ તપાસ અને ખાત્રી બાધ ખલાસી પરીવાર સ્થિતીને ધ્યાને લઈ માનવતાના આધારે વિમાના કંપની દ્વારા ખલાસીની મૃત્યુ વળતર પેટેની પોલીસી મંજુર કરાતા આજરોજ માંગરોળ ખાતે પોરબંદરથી વિમા કંપનીના પ્રતિનિધિ ની ઉપસ્થિતીમાં વિમાની રકમ ૯,૪૪,૬૪૦ મૃતક ખલાસીના પિતાને બોટ માલીકના સંબંધી તેમજ ખારવા સમાજના તેમજ ભાજપના આગેવાન વેલજી મસાણી અને મહાવીર મચ્છીમાર સહકારી મંડળી માંગરોળ બંદર પ્રમુખ દામોદરભાઈ ચામુંડીયાના હસ્તે ચેક એનાયત કરવામા આવેલ,,

