Gujarat

રાયસિંગપુરા (હ) ખોસ ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય મહિલા  કંઈ પણ કહ્યા વગર જતી રહ્યા બાદ ગુમ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા (હ) ખોસ ફળિયામાં રહેતા દિનેશભાઈ રૂપાભાઇ રાઠવાની દીકરી પારુલબેન તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ સવારના ૧૦-૦૦ કલાક આસપાસ ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી ક્યાંક જતી રહ્યા બાદ પરત ન આવતા આજુ બાજુ તથા સંગા સંબંધીમાં શોધખોળ કરી હતી, જે બાદ પણ મળી આવેલ ન હોઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધવામાં આવી છે.
મહિલાની ઉંમર ૨૪ વર્ષની છે. પીળા કલરનો ડ્રેસ પહેરેલ છે. શરીરે પાતળા બાંધાની છે. ઉંચાઈ આશરે પાંચ ફુટ છે. રંગ ઘઉં વર્ણો અને મોઢું લંબગોળ છે. આ મહિલા કોઈને મળી આવે તો દિનેશભાઈ રૂપાભાઇ રાઠવાના મો.નં. ૮૯૮૦૮૪૪૫૧૮, છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ અને ત.ક.અ.મો.નં. ૮૧૪૧૫૭૨૯૨૯ પર સંપર્ક કરીને જાણ કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.