Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે સુંદર ભવ્ય સૂકામેવાના હિંડોળાનું મનમોહક આયોજન કરવામાં આવ્યું

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે બેઠકજી કમિટીના ભાઈઓ તરફથી આજ એક સુંદર ભવ્ય સુકામેવાના હિંડોળાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં છ દિવસથી રાતદિવસ જોયા વગર રાજુભાઈ સોની તથા ગીરીશભાઇ સોની તેમજ મહીલા મંડળના નયનાબેન ડોબરીયાને તેમની સાથેના બહેનો પણ સતત હિંડોળા સજાવટમા જોડાયેલા હતા જેના દર્શન કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા હતા એટલી સુંદર સજાવટ આજદિન સુધી જોવા નથી મળી પ્રભુ ખુબ જ પ્રસન્નતાથી બીરાજી રહ્યા હતા જે દર્શન કરી ખુદ રાજુભાઈ સોની આંખોમાંથી હર્ષના આંસુસાથે દશઁન કરતા વૈષ્ણવો ચકીત થઈ ગયા હતા ખુબજ સુંદર સજાવટ થઈ છે
આજે બીજે દિવસ પણ વૈષ્ણવો પેટભરી સુખભરી સારી રીતે આ સુકા મેવાના હીડોળામા પ્રભુને નીરખીને સારી રીતે દર્શન કરી શકે એ માટે રક્ષાબંધન તથા સુકામેવાના હીડોળાના દર્શનનો લાભ મળી રહેશે બેઠકજીએ હર વરસે હિંડોળા સજાવટની જવાબદારી  રાજુભાઈ તથા ગીરીશભાઈ તથા બહેનો જ ઉઠાવી લે છે. આ વરસે પણ તેઓએ ખુબ જ મહેનતથી પ્રભુની પ્રસન્નતા માટે કોશીષ કરે છે શ્રી મહાપ્રભુજી તેઓને ખુબજ શક્તિ પ્રદાન કરતા રહે એવા આશીઁવાદ આપશ્રીએ આપેલા છે.
આપશ્રીની આજ્ઞાને સતત દેખરેખ દ્વારા સુંદર આયોજન બેઠકજી કમિટી તેમજ યુવક મંડળ મહીલા મંડળ પાઠશાળા શાખા દરેક સાથે મળી કરતા રહે છે મુખ્યાજી પણ ખુબ જ મદદમાં રહેતા હોય છૈ  આગામી જન્માષ્ટમી ઉત્સવ પણ મુખ્ય મનોરથી ગોરધનભાઈ રાદડીયા તરફથી ધામધુમથી ઉજવવામાં આવશે જેની પણ તૈયારીઓ થઈ રહી છે.
એમ કમિટી વતી રાજુભાઈ શીંગાળા તેમજ વિજયભાઈ વસાણી જણાવી રહ્યા છે. કોઈપણ વૈષ્ણવોને જે મનોરથો કરવા હોય તો આપશ્રીની આજ્ઞામૂજબ બેઠકજી કમિટી તથા સાથેની કમિટીના ભાઈઓ બહેનો હાજર જ હોય છે વૈષ્ણવોના મનોરથ પુરા કરવા સદા તપ્તર હોય છે અને સૌ વૈષ્ણવોને જયશ્રીકૃષ્ણ પાઠવી રહ્યા છે.
બિપીન પાંધી