છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો ઉપર લાઇટોનું અજવાળું ઓછું પડતું હોય જેને કારણે રાત્રીના સમયે રાહદારીઓને ભારે તકલીફ પડતી હતી. અને ઓછું અજવાળું થતા રસ્તા ઉપરના ખાડા પણ દેખાતા ન હતા. જે બાબતે પ્રજાની માંગ હતી કે લાઈટો રીપેરીંગ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પ્રજાની આ સમસ્યા નગરપાલિકા તંત્રને ધ્યાને આવતા લાઈટોનું રીપેરીંગ કામ કરી દેવામાં આવ્યું છે. અને નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે નંબર ૬૨ રોશનીથી જગમગાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે રાહદારીઓને પણ રાહત થઇ છે. અને પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

