દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કરો જીવન બચાવોના સ્લોગન સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ રક્તદાન શિબિરની અંદર જિલ્લા ભાજપ મહામંત્રીની સાથે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેર યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ તડવી, પ્રકાશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકો જોડાયા હતા. અને બ્લડ ડોનેટ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

