Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કેન્સર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૩-૯-૨૪ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા કોલેજ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો તથા કોલેજના મહિલા સ્ટાફ મેમ્બર્સ માટે બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ અભિયાન અંતર્ગત આશીર્વાદ ફાઉન્ડેશન વતી શ્રીમતી મીતાબેન જોશી દ્વારા એક સેમીનારનું આયોજન થયું .આ સેમિનારમાં આશરે ૨૦૦ વિદ્યાર્થીની બહેનો તથા સ્ટાફ મેમ્બર્સે ભાગ લીધો હતો .શ્રીમતી મીતાબેન જોશી દ્વારા વિષય પર તલ:સ્પર્શી માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર ,ટ્રસ્ટી  વિનુભાઈ રાવળ ,કેન્સર નિષ્ણાત ડોક્ટર દીપકભાઈ શેઠ,  સંજયભાઈ કામદાર વગેરેની પ્રેરક ઉપસ્થિતિ હતી.તમામ મહેમાનશ્રીનો  આભાર કોલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સહયોગ મળ્યો હતો. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તમામને કેન્સર જાગૃતિ અંગે પુસ્તિકા નિઃશુલ્ક આપવામાં આવી હતી.કાર્યક્રમનું સંકલન પ્રા.છાયાબેન શાહે કર્યું હતું.
બિપીન પાંધી