Gujarat

MLA અને પૂર્વ મંત્રી વિરુદ્ધ સેક્ટર–૨૧ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો

લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી

ગાંધીનગરના ભાજપના વર્તમાન સ્ન્છ અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ સેક્ટર -૨૧ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી છે. સેક્ટર-૨૧ના MLA ક્વાર્ટર ખાતે દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગજેન્દ્રસિંહ પર દુષ્કર્મ આચર્યા બાદ જાતિ વિષયક ટિપ્પણી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. SC-ST પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે. અમદાવાદની મહિલાએ દુષ્કર્મ મુદ્દે ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ સ્ન્છ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.