Gujarat

અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ‘હિપેટાઇટિસ બી’ અંગે જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

28 જુલાઈ એ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ તા 25/07/24ના રોજ જિલ્લા ક્ષય અધિકારી અને સબનોડલ અધિકારી NVHCPના ડો.નયન મકવાણા અને દિશા યુનિટ પાલનપુર અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.યજુવેન્દ્ર મકવાણાના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈથી 28 જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી આઈ.સી.ટી.સી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને ટી.આઈ.પ્રોગ્રામ ચલાવતી વનિતા શિશુ વિહારના સંકલનથી કે.પી બહેનો અને ભાઈઓ સાથે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હોસ્પિટલ સુપ્રીડેન્ટેડ ડો.યજુવેન્દ્ર મકવાણાએ તમામ લાભાર્થીઓને હિપેટાઇટિસ એ.બી.અને સી. થવાના કારણો, તેનું પરીક્ષણ, તે અંગે સ્થાનિક લોકોમાં જોવા મળતી અપૂરતી માહિતીના કારણે લોકો હિપેટાઇટિસના ટેસ્ટ કરાવતા નથી. તો આ અંગે હોસ્પિટલના સુપ્રીડેન્ટેડે સરળ ભાષામાં તમામને માહિતી આપી હતી.

આ ઉપરોક્ત દિશા યુનિટના જિલ્લા સુપરવાઈઝરની વસંતભાઈ લિંબચિયા હિપેટાઇટિસના ટેસ્ટ, સારવાર સરકારી માળખા ક્યાં થાય છે અને કોને કોને તે ટેસ્ટ કરવા જોઈએ અને સારવાર ક્યાંથી મળે છે. તે અંગે માહિતી આપવામાં આવી હતી. વનિતા શિશુ વિહારના પ્રોગ્રામ ઓફિસર કિરણભાઈ, ડો. રાધે જોશી, કાઉન્સિલર પ્રવીણભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. આમ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ બીના જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.