Gujarat

 છોટાઉદેપુર ખાતે ચુલનો મેળો ભરાયો હતો, મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા

   આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓ એ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે,હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે,અને એટલેજ સમગ્ર વર્ષ દરમિયાન પેટિયું રળવા રાજ્ય કે દેશના કોઈપણ ખૂણા મા ગયા હોય પરંતુ હોળી નો ઉત્સવ ઉજવવા માદરે વતન ઘરે આવી જાય છે અને હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા મેળાઓ ની મજા માણે છે,આજે છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવાઈ હતી ત્યાં ચુલનો મેળો ભરાયો હતો,જેમણે કોઈપણ કામ માટે હોલીમાતા ની બાધા લીધી હોય તેઓ પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રગટ કરે છે
સાથે ચુલના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપારિક પોશાક અને વાજિંત્રો સાથે આવી હોળીની પરિક્રમા કરતા નાચગાન કરી બાધાને પૂર્ણ કરી  આનંદ માણે છે,જેમાં કેટલાક પોતાની માનતા મુજબ ગેરૈયા બનીને પણ આવે છે.આ ચુલનો મેળો એ આદિકાળથી ભરાતો આવ્યો છે.