સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી.વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત તા:૧૭/૦૯/૨૪ થી ૦૨/૧૦/૨૪ પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે તા:૧૮/૦૯/૨૪ બુધવારના રોજ ‘સ્વચ્છતા જાગૃતિ રેલી ‘નું આયોજન કરવામાં આવ્યું. સાવરકુંડલા નગરપાલિકા અને પરિવહન નિગમન પણ, સાથે જોડાયેલ. સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કોલેજ કેમ્પસથી પ્રિ.ડૉ.એસ.સી. રવિયા સાહેબ દ્વારા કરાવવામાં આવ્યું. જે.વી. મોદી સ્કૂલ ગ્રાઉન્ડમાં સમાપન કરવામાં આવ્યું.
કોલેજમાં અભ્યાસ કરતાં એફ.વાય., એસ.વાય., ટી.વાય.બી.એ અને બી.કોમ.નાં વિધ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં. કોલેજના એનએસએસ સ્વયં સેવકો તેમજ પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષ ચૌહાણ તેઓએ સંયોજન કર્યું. કોલેજનો સમગ્ર સ્ટાફ રેલીમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી