Gujarat

વીરપુર જલારામ નજીક CNG કારમાં આગ લાગી,

 કાર ચાલકનો આબાદ બચાવ
આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
રાજકોટ જેતપુર નેશનલ હાઈવે યાત્રાધામ વીરપુર નજીક CNG વેગેનાર કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર પંચવટી હોટલની સામે  CNG વેગેનાર પસાર થઈ રહી હતી એ દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી ચાલકે  કારમાંથી બહાર નીકળી ગયા હતા. ગણતરીની મિનિટોમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જેતપુર ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારના ચાલકે  જણાવ્યું હતું કે ઉપલેટા થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા, કારના બોનેટમાં વાયરિંગમાંથી ધુમાડા નીકળતા ચાલક તેમજ સવાર કોલો સમય સૂચકતાથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જેતપુર ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો તેમજ હાઇવે ઉપર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો.