હજારોની સંખ્યામાં સમાજના યુવાનો, આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં…ધારાસભ્ય કે સી રાઠોડે સમાજની વાડી બનાવવા સપનું છેતે વચન આપ્યું….સમાજમાં વ્યસન મુક્ત રહેવા આહવાન..

ઉના શહેરમાં રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે ઉના ગીરગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની અઘ્યક્ષતામા રાત્રિના ઉના શહેર રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે ઉના શહેર સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યુ હતું. આ મહાસંમેલનમાં કોળી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો તેમજ કોળી સમાજના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહીત હજારથી વધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જોકે આ મહાસંમેલનમાં રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટનું વિશાળ ગ્રાઉન્ડ પણ ભરચક થઈ ગયું હતું.

ઉના શહેર કોળી સમાજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, નગર પાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભણીયા, ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, ઉના તાલુકા યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, ઉના શહેર યુવા મોરચાના પ્રમુખ હિરેનભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, નગર પાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ, યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા, વકીલ રામજીભાઈ પરમાર, પત્રકાર રામભાઈ વાઘેલા સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો અને વડીલો વિશાળ જનમેદની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સમાજના યુવાધનને વ્યસન મુક્ત રહેવા તેમજ સમાજનું સારું કામ કરવું અને સમાજ ને એક થવા આહવાન કર્યું હતું. તેમજ ધારાસભ્ય એ જણાવેલ કે ઉનાને સ્માર્ટ સિટી બનાવવા માટે વચન આપેલ. અને આગામી દિવસોમાં કોળી સમાજની વાડી બનશે તે મારું સપનું સે તે પૂરું કરવું છે તેવું વચન આપ્યું હતું. સમાજ ને એક થઇ સમાજને સાથે ચાલવા માટે આહવાન કર્યું હતું. અને સમાજના લોકોએ મતદાન કરવા પણ ખાસ સૂચના આપી હતી.