Gujarat

છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત રહીને આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી.
સંકલન સમિતિની બેઠક સાથે પુરવઠા સલાહકાર સમિતિ, લો એન્ડ ઓર્ડર, રોડ સેફટી, એનકોર્ડ તથા નશા મુક્ત ભારત અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર