Gujarat

જિલ્લા કલેક્ટર અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતા કલેકટર
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટરએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી અને રસ્તાઓના દબાણ દુર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, ખેતીવાડીના સિચાઈના પ્રશ્નો, આંગણવાડીની ભરતી પ્રક્રિયા, ખાદ્ય સામગ્રીના પરવાના સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૯ અરજીઓ આવેલી હતી જેમાંથી ૩ અરજીઓનું કલેકટર દ્વારા સ્થળ પર જ નિકાલ કરવા સુચન કર્યું હતું. ૮ અરજીઓમાં જે-તે ખાતાના આધિકારીઓને સ્થળ પર જઈ યોગ્ય કાર્યવાહી કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું. અન્ય અરજીઓમાં અરજદારોને સમજુતી આપી અરજીઓ દફતરે કરવા સુચના આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર  શૈલેશ ગોક્લાણી, નાયબ કલેકટર અમિત ગામીત, ટીડીઓ, મામલતદારઓ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીઓ અને અરજદારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *