ગીરગઢડા પંથક નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમાં રાત્રિના નિકળી જતાં હોય છે. અને નજીક સીમ વાડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ પર હુમલો કરી મારણની મજિબાની માણતા હોવાની ઘટના સમાન્ય બની ગઈ હોય તેમ મોડી રાત્રેના ઉગલા ગામમાં એક સાથે 9 સિંહ પરીવારનું ટોળુ આવી ચઢ્યું હતું. અને પશુનુ મારણ કરી બાદમા એક સાથે સિંહ પરીવારે આરામથી રાત આખી મારણની મીજબાની હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો..
ગીરગઢડાનાં જુના ઊગલા જંગલ બોર્ડરને અડી આવેલ ગામે બે દિવસમાં બે સિંહ બે સિંહણ અને તેના છ બચ્ચા સાથેના પરીવારે તરખાટ મચાવ્યો હોય તેમ 9 જેટલી ગાયોનાં શિકાર કરી મારણની મિજબાની માણતાં સમગ્ર ગામજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
ઉના નજીક આવેલાં જુનાં ઊગલા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી આ 9 જેટલાં વનરાજા સિંહ સાંજ પડતાની સાથે ત્રડાટ નાખતાં આવી ચડી ને રાત્રિનાં સમયે ચોરા ચોક વચ્ચે બેસી આખી રાત ત્રાડો પાડતા જોવા મળે છે.અને પશુઓના શિકાર કરી મિજબાની માણ્યા બાદ અર્ધું મારણ ગામ વચ્ચે છોડી ચાલ્યા જાય છે.બે દિવસ દરમિયાન 9 જેટલાં મુંગા પશુનાં મારણ થતાં ગામ લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે.

